• Gujarati News
  • National
  • Maha Cyclone In Arabian Sea Likely Landfall To Gujarat In 6 November Night Or 7 November Morning

‘મહા’ વાવાઝોડાની ગતિમાં ઘટાડો, 80 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે 7મીએ દિવ-પોરબંદર વચ્ચે ટકરાશે

4 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • 7 નવેમ્બરે વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દિવ-પોરબંદર વચ્ચે ટકરાશે
  • મહા વાવોઝાડાની સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે દરિયામાં પણ ઉંચા મોજા ઉછળશે
  • માછીમારી માટે ગયેલી 12 હજાર બોટ સહીસલામત પરત આવી
  • રાજ્યના દરિયાકિનારા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા

અમદાવાદ/દ્વારકા/ ભુજ/ પોરબંદર/ વેરાવળ/ દીવ: અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. મહા વાવાઝોડું પોરબંદરથી 650 કિમી દૂર છે. 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં ટકરાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, ભરૂચ, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. ત્યારે ‘મહા’ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું હોય તેમ શનિવારે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક આવી જતાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો. હજુ આજે વાદળછાયો માહોલ રહ્યા બાદ મંગળવારથી વરસાદી ગતિવિધિ શરૂ થશે.